મીઠાપુરમાં પોલીસ જવાનો માટે બેડમિન્ટન અને વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા મીઠાપુરમાં પોલીસ જવાનો માટે બેડમિન્ટન અને વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી.

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે બેડમિન્ટન/વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન 26/03/2022નાં રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ એસ.પી. અને ડીવાય.એસ.પી સહિત જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ હતો. પોલીસ વિભાગમાં ફિટનેસ જળવાય રહે તેવા હેતુસર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.

વોલીબોલ ટુર્નામેન્ટમાં પી.આઇ. પી. બી. ગઢવીના નેજા હેઠળની દ્વારકા પોલીસ વિભાગ વિજેતા થઈ હતી. જ્યારે રનર્સઅપ તરીકે મીઠાપુર પોલીસના જી. આર. ગઢવીના નેજા હેઠળ મીઠાપુર પોલીસની ટીમ વિજેતા થઈ હતી. બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પણ બે ટીમો વિજેતા થઈ હતી. ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ હતો અને તમામ પોલીસ જવાનોની પીઠ થાબડી હતી. આ ટુર્નામેન્ટ મીઠાપુર ટાટા કેમિકલ્સના કામદાર કલબ અને મીઠા મહેલ કલબ ખાતે યોજાઇ હતી.