સુરાજકરાડીના યુવકે ટીવી ચેનલની વધુ એક સ્પર્ધામાં ભાગ લઇ સોનાનો સિક્કો જીત્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના સુરાજકરાડીના યુવક કે જેને ટેલિવિઝન કાર્યક્રમમાં ભાગ લઇ ઇનામો મેળવ્યા છે, તેમણે ટીવી ચેનલની વધુ એક સ્પર્ધામાં ભાગ લઇ સોનાનો સિક્કો જીત્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના સુરાજકરાડી વિસ્તારના માણેક ચોક વિસ્તારમાં રહેતા મુન્નાવર કાયથ એ ઝી નેટવર્કની ઝી અનમોલ ચેનલ પર અપના ટાઈમ ભી આયેગા સિરિયલની ‘અપના ટાઈમ ભી આયેગા દેખો, સોના જીતો’ પ્રતિયોગિતામાં ભાગ લઇ વિજેતા બન્યા છે. અને સોનાનો સિક્કો મેળવી મીઠાપુર ગામનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ યુવકે ટેલિવિઝન કાર્યક્રમમાં ભાગ લઇ ઇનામો મેળવ્યા છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ તથા ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સામેલ છે. તેઓ વેસ્ટમાંથી બેસ્ટ ઘરને સુશોભિત કરવાની વસ્તુઓ બનાવે છે. તેમને કલાકૃતિઓ માટે ડી.ડી. ગિરનાર ચેનલ પર તેમની પ્રતિભા બનાવવાનો મોકો મેળવેલ છે.