માટી ઉપાડવાની ના કહેતા રેટા કાલાવડના યુવાન ઉપર પાઈપ વડે હુમલો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામની સીમમાં રહેતા ભરતભાઈ અરભમભાઈ મોઢવાડિયા નામના 37 વર્ષના મેર યુવાને ખંભાળિયા તાલુકાના જૂની ફોટ ગામે રહેતા લાખાભાઈ ભુટાભાઈ ખોલા નામના શખ્સ સામે ફરિયાદીની માલિકીની વાડીમાં અપ-પ્રવેશ કરી, તેમને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ વડે માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા તેમની સાથે રહેલા સાહેદ રમેશભાઈને પણ પગમાં પાઇપ મારી અને મૂઢ ઈચ્છાઓ કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી ભરતભાઈએ તેમની વાડીના સેઢાની બાજુમાંથી મોરમ (માટી) ઉપાડવાની આરોપી લાખાભાઈ ખોલાને ના કહેતા આ બાબતનો ખાર રાખી, હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 325, 324, 323, 504, 447 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.