મંજૂરી વગર માછીમારી કરતા ઓખા મંડળના ત્રણ આસામીઓ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મંજૂરી વગર માછીમારી કરવામાં આવતા ઓખા મંડળના ત્રણ આસામીઓ સામે ગુનો નોંધાયો છે.

ઓખાના ફિશરીઝ વિભાગ દ્વારા બોટમાં માછીમારી કરવા માટેની મંજૂરી ન હોવા છતાં પણ ફૈઝાને મદીના નામની બોટમાં માછીમારી કરવામાં આવતી હોવાથી આ અંગે ઓખા મરીન પોલીસે બેટ ખાતે રહેતા અનવર હાસમભાઈ સપ, સીદીક અબ્દુલ બેતારા અને બોટના માલિક આમદ હાસમભાઈ સપ નામના ત્રણ શખ્સો સામે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ (સુધારા) વટ હુકમ 2020 સહિતની કલમ મુજબ ગુનો નોંધી, અનવરભાઈ સપ અને સીદીક બેતારા નામના બે શખ્સોની અટકાયત કરી હતી.