દ્વારકા જિલ્લામાં ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 41 વિદ્યાર્થીઓ ગેરહાજર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 41 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના ઇતિહાસ વિષયના પેપરમાં આજરોજ 237 પૈકી 14 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર વિષયમાં કુલ 1,361 પૈકી 1,334 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 27 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જિલ્લામાં ગેરરીતિનો એક પણ બનાવ નોંધાયો નથી.