દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં દંપતિ ખંડિત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાથી આશરે 20 કિલોમીટર દૂર ઓખામઢી ગામ પાસેથી જી.જે. સી.બી. 4917 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા હુસેનભાઈ કાસમભાઈ ભઠી નામના 55 વર્ષના મુસ્લિમ વાઘેર પ્રૌઢ તથા તેમના પત્ની હાજરબેન હુસેનભાઈ ભઠી (ઉ.વ. 50) ના મોટરસાયકલ સાથે આ ગામના પુલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ડી.કે. 7859 નંબરના ત્રીપલ સવારી મોટરસાયકલના ચાલકે હુસેનભાઈના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં બાઈક સવાર દંપતિ ફંગોળાઈ ગયું હતું અને પાછળ બેઠેલા હાજરાબેન (ઉ.વ. 50) ને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી, આરોપી બાઇક ચાલક નાસી છૂટ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ બનાવ અંગે દ્વારકા પોલીસે હુસેનભાઈ ભઠીની ફરિયાદ પરથી જી.જે. 10 ડી.કે. 7859 નંબરના મોટરસાયકલ સામે આઈ.પી.સી. કલમ 279, 337, 304 (અ), તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસર તપાસ હાથ ધરી છે.