ખંભાળિયામાં પોલીસ વિભાગ, બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરી આયોજિત બેઠકમાં તાલીમ અપાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પોલીસ વિભાગ, બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે બેઠક યોજાઇ હતી. જેમાં હાજર જવાનોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા પોલીસ વિભાગ અને બાળ સુરક્ષા એકમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંયુક્ત બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગ્રામ્ય રક્ષક દળ અને સાગર રક્ષક દળના જવાનો સાથે બાળકોની સુરક્ષા માટે ખાસ ચર્ચા કરાઇ હતી. સમાજમા સંવિધાન મુજબ દીકરીઓનું રક્ષણ થાય અને અમાનવીય વ્યવહાર ન થાય તે માટે તાલીમ અપાઈ હતી. તેમજ બેઠકમાં બાળમજૂરી કરતા અટકાવવા અને ખોવાયેલા બાળકોને શોધવા માટેની તાલીમ પણ આપી હતી. આ સાથે બેઠકમાં હાજર પોલીસ જવાનોને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.