દ્વારકામાં સિનીયર સીટીઝનો માટે પ્રશંસનીય કામગીરી કરતી પોલીસ વિભાગની ‘She Team’

નીરાધાર વડીલોને હેલ્પલાઇન નંબર સહિતની બાબતે માહીતગાર કરાયા

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગની “She Team” દ્વારા સિનીયર સીટીઝનો માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં નીરાધાર વડીલોને હેલ્પલાઇન નંબર સહિતની બાબતે માહીતગાર કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોશીની સુચનાથી ના.પો.અધિ.મુ.મ. ખંભાળીયા તથા “She Team” નોડલ અધિકારી નિલમ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મહીલાઓના પ્રશ્નોના તાકીદે નિરાકરણ આવે તથા સિનીયર સિટીઝનોને મદદરૂપ થઇ શકે તે હેતુ સારૂ દેવભુમિ દ્વારકા જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાંથી ઉત્સાહી કાર્યદક્ષ મહીલા પોલીસ અધિકારી/કર્મચારીની “She Team”માં નિમણુંક કરેલ છે.

નિમણુક થયેલ અધિકારી/કર્મચારીઓએ જીલ્લાના નીરાધાર અને એકવાયુ જીવન જીવતા સિનીયર સિટીઝનોના રહેણાંક સ્થળ પર જઇ તેઓની રૂબરૂ મુલાકાત લઇ સિનીયર સિટીઝનો માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબર ૧૪૫૬૭થી માહીતગાર કરેલ તથા સીનીયર સીટીઝનોને પોલીસ દ્વારા યોગ્ય સંભાળ તથા સુરક્ષા વ્યવસ્થા તથા આકસ્મીક સંજોગોમાં તાત્કાલીક ધોરણે મદદ મળી રહે અને તેઓ પોતાના સ્થાને સુરક્ષીત રહે તે બાબતે તથા “SHE TEAM” તેઓને કઇ રીતે મદદરૂપ થઇ શકે તથા સામાજીક સંસ્થાઓ દ્વારા પણ વરીષ્ઠ નાગરીકોને જરૂરીયાત મુજબ મદદ મળી રહે તે માટે માહીતગાર કરવામાં આવેલ છે.