દ્વારકાની હિરજીબાપા માધ્યમિક શાળામાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકાની હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે દ્વારકા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો હતો.

દ્વારકાની હિરજીબાપા માધ્યમિક શાળા ખાતે દ્વારકા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા અંડર ૧૪ કબ્બડીમાં ભાઇઓ-બહેનો પ્રથમ નંબર, અંડર ૧૪ ખો-ખો ભાઇઓમાં દ્વિતીય અને બહેનોમાં તૃતિય, એથ્લેસ્ટિક્સ અંડર ૧૧ બહેનો સ્ટેંડિંગ લોંગ જમ્પમા પ્રથમ, અંડર ૧૪ બહેનો ૨૦૦મી દોડમા પ્રથમ, ગોળાફેંકમા દ્રિતિય સ્થાને વાચ્છુ પ્રાથમિક શાળા ઉત્કુષ્ટ પ્રદર્શન કરેલ હતું. તેમજ અંડર ૧૭ ખોખો બહેનોમા દ્રિતિય સ્થાન સાથે સરકારી માધ્યમિક શાળા કોરાડાએ બાજી મારી હતી.

અંડર ૧૪મા બહેનોમા યોગાસનમા પ્રથમ અને દ્રિતિય, અંડર ૧૧ ચેસમા દ્વિતીય, અંડર ૧૪ બહેનો એથ્લેસ્ટિક લાંબી કૂદ દ્વિતીય, ઊંચી કૂદ દ્વિતીય, ગોળાફેંક પ્રથમ, ચક્રફેંકમા પ્રથમ અને દ્રિતિય, ૬૦૦ મી. દોડ તૃતિય, ૪૦૦મી દોડ તૃતિય, ૨૦૦ મી. દોડ દ્વિતીય અને તૃતિય, અંડર ૧૭ બહેનો એથ્લેસ્ટિક ૧૫૦૦મી. દોડ દ્વિતીય અને તૃતિય, લંગડી ફાળકુદ પ્રથમ અને તૃતિય, બરછી ફેંક દ્વિતીય, ૮૦૦ મી. દોડ દ્વિતીય અને તૃતિય, ૪૦૦ મી. દોડ દ્વિતીય અને તૃતિય નંબર સાથે અનુદાનિત નિવાસી પ્રા. શાળા વાચ્છુ એ મેદાન મારેલ હતું. આ તમામ વિદ્યાર્થીઓ તેમજ તૈયારી કરાવનાર સ્ટાફને સી.આર.સી. કો.ઓર્ડિનેટર નકુમ જેન્તિભાઇ તેમજ બી.આર.સી. કો.ઓર્ડિનેટર માણેક પ્રાગજીભાએ અભિનંદન સહ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવેલ હતી.