ખંભાળિયામાં શનિવારથી ત્રિદિવસીય 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન

ગાયત્રી તીર્થ- હરિદ્વારના ઉપક્રમે ધર્મોત્સવ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં શનિવારથી ત્રિદિવસીય 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આગામી શનિવાર તારીખ 2 થી સોમવાર તારીખ 4 સુધી ત્રણ દિવસ દેવ પરિવાર વિસ્તાર 24 કુંડીયા ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી તીર્થ શાંતિ કુંજ સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે ખંભાળિયામાં યોગેશ્વર નગર- 2 ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં આ 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે.

તેમાં શનિવાર તા. 2 ના રોજ પ્રથમ દિવસે સવારે આઠ વાગ્યે તથા સાંજે 5 થી 7 વાગ્યા સુધી સદગુરુ જ્ઞાન ગંગા સદગ્રંથની શોભાયાત્રા તથા સંગીત પ્રવચન અને વર્તમાન સમસ્યાનું સમાધાન થશે.

રવિવાર તારીખ 3 ના રોજ બીજા દિવસે સવારે 6 થી 7:30 સુધી સામૂહિક ધ્યાન, પ્રજ્ઞાયોગ, વ્યાયામ બાદ સવારે 8 થી 12 દેવપૂજન ગાયત્રી મહાયજ્ઞ વિવિધ સંસ્કાર અને બપોરે ત્રણથી ચાર કાર્યકર્તા ગોસ્ઠિ, સાંજે 5 થી 7 સંગીત પ્રવચન થશે. અંતિમ દિવસે સોમવાર તારીખ 4 ના રોજ સવારે છ થી સાડા સાત સામૂહિક જપ, ધ્યાન, પ્રજ્ઞાયોગ તથા બાદ સવારે 8 થી 12 વાગ્યા સુધી ગાયત્રી મહાયજ્ઞ અને ત્યારબાદ પૂર્ણાહુતિ સાથે મહેમાનોની વિદાય યોજાશે.

વર્તમાન સમયમાં વૈચારિક પ્રદુષણના કારણે પરિવારો માનસિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે. હાલ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ અહીં દૈવત્વનો અભાવ હોય, સ્વામી રામ શર્મા આચાર્યજી દ્વારા સૂક્ષ્મ જગતના પરિશોધન માટે દેવ પરિવાર વિસ્તાર દ્વારા આ 24 કુંડીય ગાયત્રી યજ્ઞનું આયોજન થયું છે. આ યજ્ઞ સંદર્ભેની માહિતી માટે કાર્યકરો ચંદ્રિકાબેન: 93160 59156, સામતભાઈ: 94275 73410 તથા પુંજાભાઈ: 93748 17148 નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.