ખંભાળિયાના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા તથા દંડ ફટકારતી અદાલત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના આસામીને ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો.

ખંભાળિયાના રહીશ ભાર્ગવ મનજીભાઈ કણજારીયાએ તેમના મિત્ર ખંભાળિયાના સિબુ સોમશંકર નાયરને મિત્રતાના દાવે રૂપિયા દોઢ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને તે બાકી રહેતી રકમ સબંધે આરોપી સિબુ સોમશંકર નાયરએ ભાર્ગવ કણજારીયાને ચેક લખી આપ્યો હતો. આ ચેક બેંકમાં નાખવામાં આવતા બેલેન્સના અભાવે આ ચેક પરત ફર્યો હતો. આના અનુસંધાને ભાર્ગવ કણજારીયાએ ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે. પરમારની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

આ ફરિયાદ અન્વયે સિબુ સોમશંકર નાયરને અદાલતે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેક મુજબની રકમનું વળતર ત્રીસ દિવસમાં ફરિયાદીને ચૂકવવા અને વળતરની રકમ ન ચૂકે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ આર.વી. ભાદરકા તથા અયુબ એ. મુન્દ્રા રોકાયા હતા.