ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતો શખ્સ ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં રામ મંદિર પાસે રહેતા યોગેશ કાંતિભાઈ નકુમ નામના 40 વર્ષના યુવાનને પોલીસે મોબાઇલ ફોનમાં ચોક્કસ આઈડી મારફતે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઇ, તેની પાસેથી રૂપિયા 3,300 રોકડા તથા રૂ. ચાર હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 7,300 ના મુદ્દામાલ અને આ અંગેના જરૂરી સ્ક્રીનશોટ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.