મીઠાપુરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં જયઅંબે સોસાયટી ખાતે રહેતા આબિદ હબીબ વાલુકડા નામના શખ્સે પોતાના ઘરમાં છુપાવીને રાખેલી રૂપિયા ચાર હજારની કિંમતની દસ બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જો કે આ સ્થળે આરોપી આબિદ હબીબ વાલુકડા મળી ન આવતા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.