દ્વારકા તાલુકામાં બે સ્થળે જુગાર અંગે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા મનિષ મનસુખભાઈ રૂપડિયા નામના 22 વર્ષના ખારવા યુવાનને પોલીસે સુદામા સેતુ પાસેથી વરલી મટકા આંકડા વડે જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે મીઠાપુર તાબેના ભીમરાણા ગામના રેલવે ફાટક પાસેથી પોલીસે સુરેશ સુકા ચાનપા, રાજેશ કમા થારુ, અને સંજય પ્રકાશભાઈ સરપદડીયા નામના ત્રણ શખ્સોનો ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 1,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.