દ્વારકામાં રખડતા ભટકતા શખ્સો સામે કાર્યવાહી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી તાલુકાના અમરી ગામના બળવંત નરશીભાઈ રાઠોડ નામના 26 વર્ષના શખ્સને પોલીસે રાત્રિના સમયે મેઈન બજારની દુકાનો ઝડપી લીધો હતો. જ્યારે ઓખાના બસ સ્ટેશન પાસેથી મૂળ નવસારી જિલ્લાના બારડોલી તાલુકાના જેન્તી ઈશ્વરભાઈ ગણપતિ નામના 30 વર્ષના યુવાનને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ ઉપરાંત આરંભડાના લખન લખુભાઈ મકવાણા નામના શખ્સને સુરજકરાડીની સોની બજારમાંથી રાત્રિના સમયે અંધારામાં લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા પોલીસે દબોચી લીધો હતો.