રાવલ બ્રાન્ચ શાળામાં વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાજપના અગ્રણીઓએ હાજરી આપી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લાની રાવલ બ્રાન્ચ શાળામાં વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી.

શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે તા.1ને શુક્રવારના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ‘પરીક્ષા કી બાત પી.એમ.કે સાથ’ અંતર્ગત દેશના યુવાવર્ગ સાથે ચર્ચા–વિચારણા કરી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દુરદર્શન જેવા માધ્યમોમાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રાવલ બ્રાન્ચ શાળામાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ રસિકભાઈ થાનકી, મહામંત્રી રાણા જમોડ, સચિન અગ્રાવત અને રાવલ બ્રાન્ચ શાળાના શિક્ષકોએ હાજરી આપી હતી.