દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની તમામ સરકારી શાળાઓમાં તિથિ ભોજનનો પ્રારંભ કરાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેશમાં કોરોનાની મહામારી બાદ છેલ્લા આશરે બે વર્ષથી વધુ સમય બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્‍યાહન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને બપોરનું ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં સરકારની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્‍લાની તમામ 553 સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો, મધ્‍યાહન ભોજના સંચાલક દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મધ્યાન ભોજન વિભાગના નાયબ કલેકટરની ઉપસ્‍થિતિમાં તિથિ ભોજન કરાવવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.