દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પી.આઈ.ની સામૂહિક બદલીના ઓર્ડરો થયા

બાર પોલીસ ઈન્સ.ની બદલી કરતા રાજ્યના પોલીસ વડા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 12 પોલીસ ઇન્સ્પેક્ટરોની જુદા જુદા જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી બદલી કરતા ઓર્ડર કરવામાં આવ્યા છે.

આ ઓર્ડરોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. જે.એમ. પટેલને એ.ટી.એસ. વિભાગમાં જ્યારે દ્વારકાના પી.આઈ. પી.બી. ગઢવીને એ.સી.બી. વિભાગમાં મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગાંધીનગરના ટી.આર. ભટ્ટને અમદાવાદ શહેરમાં, નર્મદાના વી.આર. વસાવા તથા શ્રીમતી એમ.એ. સિંહ, અમદાવાદ શહેરના એન.એન. પરમાર તથા વડોદરા શહેરના એસ.જે બ્લોચને એસીબી વિભાગમાં બદલવામાં આવ્યા છે.

જ્યારે આણંદના આર.એન. વિરાણીને પશ્ચિમ રેલવે- અમદાવાદ, પંચમહાલના એચ.સી. રાઠવાને દાહોદ, વડોદરા ગ્રામ્યના જે.એમ. વાઘેલાને રાજકોટ શહેર, અમદાવાદ શહેરના બે પી.આઈ. જે.એન. ચાવડા અને જે.પી. રોજીયાને એટીએસ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.