ભાણવડમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા માદા શ્વાનના મોઢા પર પાંચ દિવસથી ફસાયેલ પ્લાસ્ટિકની બરણી દૂર કરી નવજીવન અપાયું

દ્વારકા : ભાણવડમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા માદા શ્વાનના મોઢા પર પાંચ દિવસોથી ફસાયેલ પ્લાસ્ટિકની બરણી દૂર કરી નવજીવન અપાયું હતું.

ભાણવડના સુન્ની મુસ્લિમ કબ્રસ્તાન વિસ્તારમાં એક માદા શ્વાનના મોઢા પર કોઈ કારણસર છેલ્લા પાંચ દિવસથી પ્લાસ્ટિકની બરણી ફસાઈ ગઈ હોય. જેથી, આ શ્વાન ખોરાક કે પાણી પણ ના પી શકે તેવી હાલતમાં હતું. જે જોઈ ત્યાંના સ્થાનિકોએ આ

બરણી કાઢવા માટે પ્રયત્ન કર્યા, પણ ડરને કારણે માદા શ્વાન ભાગી જતું હોય. જેથી બરણી કાઢવામાં સફળતા ન મળી હતી.

આજરોજ કોઈએ એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોને જાણ કરતા બપોરના 02:00 વાગ્યાથી 3 કલાકની જહેમત બાદ આ શ્વાનને રેસ્ક્યુ કરી શ્વાનનું મોઢું બરણીમાંથી કાઢી અને આ શ્વાનની પાંચ દિવસની તકલીફમાંથી છુટકારો આપવામાં સફળતા મળી હતી.

આ રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ગ્રુપના અશોક ભટ્ટ, હુસેન ભટ્ટી અને ભરત ઓડેદરાની સાથે મૂળ પંજાબના હની, જસી, અને કુલદીપ પણ જોડાયા હતા.