રાજકોટ-રીવા અને રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસમાં કાયમી ધોરણે લાગશે વધારાના કોચ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નંબર 22937/22938 રાજકોટ – રીવા ટર્મિનલ એક્સપ્રેસમાં 03.04.2022 થી રાજકોટ થી અને 04.04.2022 થી રીવા થી એક વધારાનો સેકંડ એસી કોચ અને 05.06.2022 થી રાજકોટ થી અને 06.06.2022 થી રીવા થી એક વધારાનો થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નંબર 20913/20914 રાજકોટ – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ માં 07.04.2022 થી રાજકોટ થી અને 08.04.2022 થી દિલ્હી સરાઈ રોહિલ્લા થી એક વધારાનો સેકંડ એસી કોચ અને 02.06.2022 થી રાજકોટ થી અને 03.06.2022 થી દિલ્હી સરાઈ રોહિલ્લાથી એક વધારાનો થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.