દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સક્રિય સદસ્યોનો આજે કાર્ડ વિતરણ કાર્યક્રમ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના સક્રિય સદસ્ય તરીકે નોંધાયેલા 1703 કાર્યકરો તથા સદસ્યોનો કાર્ડ વિતરણ તથા લાઈવ સંબોધન કાર્યક્રમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજરોજ બપોરે યોજવામાં આવ્યો છે.

ખંભાળિયાના ટાઉનહોલ ખાતે આજરોજ મંગળવારે બપોરે ચાર વાગ્યે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાના ભાજપના સક્રિય સદસ્ય તથા સમગ્ર જિલ્લાના હોદ્દેદારો-કાર્યકરોની આ કાર્યક્રમ હોવાથી પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથેના આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લાના દરેક મંડળના કાર્યકરો તથા હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ તથા મહામંત્રી મયુરભાઈ ગઢવી દ્વારા અપીલ કરવામાં આવી છે.