દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખોએ ઓખાની આંગણવાડીઓની મુલાકાત લીધી

ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ એ 6 બાળકોને સુપોષિત કરવા દત્તક લીધા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ અને જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયાએ ઓખા ખાતે આંગણવાડી નંબર ૬૮ તેમજ ૬૯ની મુલાકાત લીધી હતી. ત્યારે ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ એ 6 બાળકોને સુપોષિત કરવા દત્તક લીધા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ પીઠીયા દ્વારા ઓખા ખાતે આંગણવાડી નંબર ૬૮ના સંચાલક રીનાબેન અગ્રાવત તેમજ ૬૯ નંબરના સંચાલક સોનલબેન ભટ્ટની આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી. બંને આંગણવાડીના બાળકોની માહિતી મેળવી ત્યારે બંને આંગણવાડીએ ત્રણ-ત્રણ કુપોષિત તેમજ મધ્યમ કુપોષિત બાળકો હોય, જે કુલ ૬ બાળકો મળી આવેલ હતા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ એ જ્યાં સુધી બાળકો કુપોષિતમાંથી સુપોષિત ના ત્યાં સુધી તેમને દત્તક તરીકે લઇ પોષણયુક્ત આહારની વ્યવસ્થા કરી આપેલ હતી. આ તકે બંને આંગણવાડીના સંચાલકએ તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો.