મીઠાપુરમાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા હનુમાનજયંતિ ઉજવાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાં શ્રીહનુમાન જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

મીઠાપુર ગામમાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ સુરજ્કરાડી દ્વારા શ્રીહનુમાનજી મહારાજની જન્મજયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું નિર્ધારેલ છે. ચેત્ર સુદ એકમને તા. ૧૬/૪/’૨૨ને શનિવારના રોજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, ગાત્રાળ માતાજી રોડ, આરંભડા એ આ ઉત્સવ રાખેલ છે. જેમાં મારૂતિ યજ્ઞનો શુભારંભ સવારે ૮ કલાકે, મંદિર ધ્વજારોહણ સવારે ૧૦ કલાકે, યજ્ઞ બીડું હોમવાનું સાંજે ૫:૩૦ કલાકે, મહાઆરતી સાંજે ૭:૩૦ કલાકે, મહાપ્રસાદ રાત્રે ૮:૩૦ કલાકે અને શ્રી રામધૂન રાત્રે ૧૦:૦૦ વાગ્યે રાખેલ છે.

આ ધાર્મિક પ્રસંગમાં ઓખમંડળના તમામ વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના તમામ પરિવારોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.