દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા શનિવારે કવીઝ કોમ્પિટિશન અને રવિવારે સમૂહભોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં રઘુવંશી ઉત્સવ સમિતિ દ્વારા શનિવારે કવીઝ કોમ્પિટિશન અને રવિવારે જ્ઞાતિ સમૂહભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વારકામાં રઘુવંશી ઉત્સવ સમિતિ દ્વારા કવીઝ કોમ્પિટિશનનું યોજવામાં આવી છે. આ હરીફાઈમાં દરેક પ્રશ્ન એન્કર દ્વારા પૂછવામાં આવશે. આ પ્રશ્નનો જે પણ જવાબ સાચો આપશે. તેને સ્થળ ઉપર જ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ હરીફાઈના સ્પોન્સર ડોક્ટર નિશ્ચિત મોદી (મોદી હોસ્પિટલ, ભાણવડ) છે. આ હરીફાઈ આગામી તા. ૦૯/૦૫/૨૦૨૨ના શનિવારના રોજ જલારામ વાડી, વ્રજભૂમિ સોસાયટી ખાતે રાખવામાં આવી છે.

આ ઉપરાંત, આગામી તા.૧૦/૦૫/૨૦૨૨ રવિવારના રોજ રામનવમી નિમિતે રઘુવંશી પરિવાર દ્વારા જ્ઞાતિ સમૂહભોજન (ફરાળી) રાખેલ છે. જે સાંજે ૭.૦૦ વાગ્યાથી જલારામ વાડી, વ્રજભૂમિ સોસાયટી, દ્વારકા ખાતે રાખેલ છે.