કૃષ્ણનગરી દ્વારકામાં રવિવારે ભગવાન શ્રીરામનો પ્રાગટય દિન ઉજવાશે

જય જલ્યાણ ટ્રસ્ટ તથા રઘુવંશી જ્ઞાતિ દ્વારા મહાઆરતી, ધ્વજાપૂજન, શોભાયાત્રા, મહાપ્રસાદનું આયોજન

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી જ્ઞાતિ દ્વારા શ્રીરામચંદ્રજી પ્રભુના પ્રાગટય દિનનો ઉત્સવ ઉજવવામાં આવશે.

દ્વારકાના જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી જ્ઞાતિના સહયોગથી રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવ આગામી તા. ૧૦/૪/૨૦૨૨ને ચેત્ર સુદ નોમને રવિવારે લોહાણા મહાજન વાડીમાં ઉજવવામાં આવશે. આ સમગ્ર આયોજનના મુખ્ય દાતા સ્વ. મંજુલાબેન દામોદરભાઈ વિઠલાણી અને સ્વ. દામોદરભાઈ કાકુભાઈ વિઠલાણી હસ્તે કિશોરભાઈ વિઠલાણી છે.

જેમાં મહાઆરતી બપોરે ૧૨:૦૦ કલાકે સમસ્ત રઘુવંશી સમાજના મહિલા મંડળના હસ્તે કરવામાં આવશે. ધ્વજાપૂજન બપોરે ૪:૦૦ કલાકે અમિતભાઇ થોભાણીના હસ્તે કરવામાં આવશે. ધ્વજા શોભાયાત્રા સાંજે ૫:૦૦ કલાકે લોહાણા મહાજન વાડીથી પ્રસ્થાન કરી અખંડ રામધૂન સંકિર્તન મંદિર, દ્વારકા જશે તથા સમૂહ મહાપ્રસાદ સાંજે ૬:૩૦થી રાત્રીનાં ૧૦:૦૦ વાગ્યા સુધી રાખેલ છે.

આ ધાર્મિક પ્રસંગમાં જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રઘુવંશી સમાજ તરફથી દ્વારકાના તમામ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવેલ છે.