દ્વારકાના નવનિયુક્ત પોલીસવડાએ સુકાન સંભાળતા પહેલા સજોડે રાજાધિરાજના ચરણે શીશ નમાવ્યું

બ્રહ્મસમાજના પંડાઓએ પોલીસવડાનું અભિવાદન કરી આશીર્વાદ આપ્યા

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત પોલીસવડાએ સુકાન સંભાળતા પહેલા સજોડે કાળિયા ઠાકોરના ચરણે શીશ નમાવ્યું હતું. આ તકે બ્રહ્મસમાજના પંડાઓએ પોલીસવડાનું અભિવાદન કરી આશીર્વાદ આપ્યા હતા.

દ્વારકા સ્થિત જગતમંદિરે નવા એસ.પી. નિતેશ પાંડે એ ધર્મપત્ની સાથે આવી કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. તેઓએ રાજાધિરાજના દર્શન કર્યા બાદ હવે દ્વારકા જીલ્લાના એસ.પી. તરીકેનો ચાર્જ સંભાળશે. આ તકે દ્વારકાના બ્રહ્મસમાજના પંડાઓ દ્વારા એસ.પી. નિતેશ પાંડેનું સ્વાગત કરી તેમને આશીર્વાદ આપ્યા હતા.