જામરાવલના વોર્ડ નં. 4માં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સફાઈ કરાઈ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ખાતે વોર્ડ નંબર 4માં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સફાઈ કરવામાં આવી હતી.

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે જામરાવલ શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુસુચિત જાતિ વિસ્તાર વોર્ડ નંબર 4માં સફાઈ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 4માં જામરાવલ નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા આ વિસ્તારમાં સફાઇ કરવામાં નહતી આવતી. જેથી,
જામરાવલ શહેર ભાજપ એસ.સી. મોરચા દ્વારા જાતે જ સફાઇ કરીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શહેર એસ.સી. મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા તથા મોરચાના ઉત્સાહી કાર્યકર કે. ડી. મકવાણા, અખિલભાઈ મકવાણા તથા ચિરાગભાઈ મકવાણા તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, એક અનોખો કાર્યક્રમ ભાજપ SC સેલ દ્વારા રાવલ નગરપાલિકા સામે કરવામાં આવ્યો હતો.