ખંભાળિયામાં ધમધમતા જુગારધામ પર દરોડો: પાંચ શખ્સો ઝડપાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ ગામે રહેતા પબા સવા ભાટુ નામના 40 વર્ષના શખ્સે પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ચલાવાતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.

આ સ્થળેથી પોલીસે નાથા ભોજા ચાવડા, મુકેશ હમીર મકવાણા, રમેશ મગનભાઈ મારુ અને રાણા ફોરા સીદા નામના કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે કુલ રૂ. 21,600 રોકડા તથા રૂપિયા 8,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 50 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂ. 80,100 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.