ભાણવડમાં વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞ અને લોકડાયરો યોજાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે વિર માંગળાવાળાની પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 12ના રોજ યજ્ઞ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિર માંગળાવાળાની પુણ્યતિથી નિમિત્તે તા. 12ને મંગળવારના રોજ યજ્ઞનું આયોજન રાખેલ છે. તેમજ રાત્રીના સમયે લોકડાયરો પણ રાખેલ છે. જેમાં નામાંકિત કલાકારો રાજભા ગઢવી (હાલાર), ધનસુર ગઢવી (લોકગાયક), સાગરદાન ગઢવી (સાજીંદા ગૃપ), પાર્થદાન ગઢવી (લોક ગાયક), પુનમબેન ગઢવી (લોક ગાયક), મેરૂભાઇ આહિર (લોક ગાયક), કાન્તીરાજ કુંડલીયા (સ્ટેજ સંચાલક) ભજનો પ્રસ્તુત કરશે. લોક ડાયરો રાત્રે 9 કલાકે રાખેલ છે. લોકડાયરામાં જે કઈ પણ ફાળો થાશે તે મંદિરના જીર્ણોધ્ધાર માટે વાપરવામાં આવશે.

આ આયોજન ધવલભાઈ ભારવાડીયા અને બબુભાઈ ખાણઘર દ્વારા કરવામાં આવ્યું છે. ચજ્ઞનાં આચાર્ય શાસ્ત્રી ભરતભાઇ પંડયા છે. યજ્ઞનો સમય સવારે 9થી 5 કલાક સુધી અને યજ્ઞનું બિડુ હોમવાનો સમય બપોરે 2-30 કલાક છે. સમુહ પ્રસાદીનો સમય સાંજે 6થી 10 કલાક સુધીનો છે. આ કાર્યક્રમ જુના ભુતવડ દાદા, મેવાસા રોડ, ભાણવડ ખાતે યોજાશે. તો નાથજી બાપુ – જુના ભૂતવડ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.