બાટીસામાં ગુરુવારે સિકોતર માતાનો પાટોત્સવ ઉજવાશે

હવન, નવચંડી પાઠ, સંતવાણી અને પ્રસાદનું આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લાના બાટીસામાં આગામી તા. 14ના રોજ સિકોતર માતાનો પાટોત્સવ ઉજવાશે. જેમાં હવન, નવચંડી પાઠ, સંતવાણી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

બાટીસા મુકામે સિકોતર માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિનો પાટોત્સવ આગામી તારીખ 14ને ગુરુવારનાં રોજ રાખેલ છે. આ પ્રસંગમાં એક કુંડીનો હવન તેમજ નવચંડી પાઠનું રસપાન કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. યજમાન તરીકે હવનમાં ભુવા બેસશે સાથે દરેક ગોઠી ભાઈઓ તથા મહેમાનો ચા પાણી તેમજ પ્રભુ પ્રસાદીનું આયોજન ગોઠી ભાઈઓ તરફથી રાખવામાં આવેલ છે. સાંજના સમયે માતાજી મંદિરના પટાંગણમાં સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે.

આ આયોજન માટે ઈચ્છા હોય તેઓ ફાળો સ્વીકાર કરવામાં આવશે. કોઈપણ જાતનો ફાળો પોતાના નામ અને ગામની વિગત સાથે આપવાનો રહેશે. ફાળો સ્વીકારવા માટે માતાજી મંદિરના પટાંગણમાં કાર્યકર હાજર રહેશે. કાર્યક્રમમાં દરેક જામ સુમણીયા પરિવાર તેમજ સગાંસંબંધીઓ અને મીત્ર મંડળ આ પ્રસંગમાં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે