દ્વારકામાં સ્‍પે. ખેલમહાકુંભમાં ભાવ લેવા ઇચ્‍છતા દિવ્‍યાંગ ખેલાડીઓ 14મી સુધી ફોર્મ ભરી શકશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે દિવ્‍યાંગ ખેલાડીઓ માટે સ્‍પે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના દિવ્‍યાંગ ખેલાડી માનસીક, શારીરીક ક્ષતિગ્રસ્‍ત, બ્‍લાઇન્‍ડ અને ડેફ એમ ચારેય કેટેગરીની સ્‍પર્ધામાં ભાગ લેવા ઇચ્‍છતા ખેલાડીઓએ તા. 14 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરીને નીચે મુજબના સ્‍થળોએ પહોંચતા કરવાના રહેશે.

બીઆરસી ભવન- ખંભાળિયામાં કમલેશભાઈ (મો. 9275156152), બીઆરસી ભવન- ભાણવડમાં નરેન્દ્રભાઈ (મો. 9979288689), બીઆરસી ભવન- કલ્‍યાણપુરમાં વિપુલભાઈ ઓઝા (મો. 9978137537), બીઆરસી ભવન- દ્વારકામાં વિજયભાઈ વડોદરીયા (મો.9724334400), ખંભાળિયામાં બંગલાવાડી શેરી નં. 6 ખાતે પુરષોતમભાઇઈ નકુમ (મો. 9558122291), જેન્તીભાઈ કણજારીયા (મો. 9879824267), ભાટીયામાં નકુમ દિનેશભાઈ નકુમ (મો. 9974188066), ભીમરાણામાં જયશ્રીબેન (મો. 9601543667), ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રાજેશ ચોપડા (મો. 9974241412).