દ્વારકાના ભીડભંજન મંદિરમાં શ્રીરામના પાઠમાં પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રીરામ પારાયણના પાઠમાં પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો હાજર રહ્યા હતા.

દ્વારકાના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે છેલ્લાં 28 વર્ષથી પરંપરા મુજબ ચૈત્ર માસ દરમિયાન મહિલાઓ દ્વારા શ્રીરામ પારાયણના પાઠ કરવામાં આવે છે. આ વર્ષે પણ હાલ ચૈત્ર માસ હોવાથી શ્રીરામના પાઠ ચાલી રહ્યા છે.

જેમાં ગઇકાલે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક એ નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સમાની અને સદસ્યો સાથે હાજરી આપી હતી અને આ પ્રસંગે ભીડભંજન પરીવાર દ્વારા પબુભા માણેકનું વિશેષ સન્માન કરાયુ હતુ.