રામનવમી ઉત્સવ નિમિત્તે જગતમંદિરમાં દર્શનનો સમય જાહેર

ઉત્સવ દર્શન બપોરે 12થી 1-30 વાગ્યા સુધી થશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આગામી તા. 10ને રવિવારે ચૈત્ર સુદ નોમના દિવસે ‘રામનવમી ઉત્સવ’ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શનનો ક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રામનવમી નિમિત્તે આગામી તારીખ 10નાં રોજ જગતમંદિરમાં સવારે મંગળા આરતી 6-30 વાગ્યે થયા બાદ શ્રૃંગાર દર્શનનો સમય સવારે 9થી 10-30 સુધીનો રહેશે. અને ભક્તો 12 વાગ્યાથી 1-30 વાગ્યા સુધી ઉત્સવ દર્શનનો લાભ લઇ શકશે.

દ્વારકાધીશ મંદિરની વહીવટદાર કચેરી દ્વારા આગામી તા. 10ના રોજ રામનવમી હોવાથી મંદિરના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ શ્રીજીની મંગલા આરતી સવારે 6-30 કલાકે થશે. સવારે 8થી 9 કલાકે મંદિર (બંધ) અનોસર રહેશે. શ્રુંગાર દર્શન સવારે 9થી 10-30 કલાકે થશે. સવારે 1-30થી 12 કલાક સુધી દર્શન બંધ રહેશે. ઉત્સવ આરતી બપોરે 12 કલાકે થશે. ઉત્સવ દર્શન બપોરે 12થી 1-30 વાગ્યા સુધી થશે. બપોરે 1-30 ક્લાકે મંદિર (બંધ) અનોસર રહેશે. બપોરે 1-30થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યા બાદ સાંજના નિત્યક્રમ મુજબ દર્શન થશે. તો આ સમય દરમિયાન દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લેવા યાદીમાં વહીવટદારે વિનંતી કરી છે.