દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ અંર્તગત તા. 10થી 13 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં આગામી 10થી 13 એપ્રિલ દરમ્યાન દરરોજ સાંજે 7 વાગ્યે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. માધવપુર મેળા અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે અને રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત દ્વારકાના સર્કિટ હાઉસ પાછળ મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે રૂક્ષ્મણી વિવાહ અંર્તગત માધવપુર મેળા અન્વયે દ્વારકા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. કાર્યક્રમ તારીખ 10થી 13 સુધી સાંજે 7 કલાકે સર્કિટ હાઉસ પાછળનું મેદાન, સનસેટ પોઇન્ટ રોડ, દ્વારકા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પરિવાર સહિત ઉપસ્થિત રહીને સહભાગી બનવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ. એ. પંડ્યા અને રાજ્યના કમિશ્નર ઓફ ટુરિઝમ આલોકકુમાર પાંડે એ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.