દ્વારકામાં રાજાધિરાજ અને રૂક્ષ્મણીજીના વિવાહ ધામધૂમથી કરાશે

રૂક્ષ્મણી મંદિર પરિવાર દ્વારા રૂક્ષ્મણી વિવાહનું આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પરિવાર દ્વારા રૂક્ષ્મણી વિવાહ યોજાનાર છે. જેમાં તા. 10થી 12 દરમિયાન વિવિધ લગ્નપ્રસંગો યોજાશે.

પોરબંદર ખાતે માધવપુર ઘેડમાં મેળો યોજાનાર છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા ખાતે ગોંડલના આગેવાન રમેશભાઈ ધડુક પરિવાર અને દાસીજીવણ સત્સંગ મંડળના સહયોગથી દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પરિવાર દ્વારા રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત તા. 10ને રવિવારે રાત્રે 10 કલાકે સાંજીના ગીત અને સંગીત સંધ્યા લેઉવા પટેલ સમાજની વાડી ખાતે, તા. 11ને સોમવારે સાંજે 7 કલાકે માતાજીનો વરઘોડો અને સવારે 9 કલાકે અગિયારી તથા ગૃહશાંતિ તથા સવારે 11 કલાકે છપ્પનભોગ દર્શન રૂક્ષ્મણી મંદિર ખાતે, તા. 12ને મંગળવારે સાંજે 7 વાગ્યે રૂક્ષ્મણી વિવાહ રૂક્ષ્મણી મંદિર ખાતે યોજાનાર છે. તેમજ તા. 10થી 12 દરમિયાન બપોરે 1 કલાકે અને રાત્રે 8 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા ગુગ્ગુળી 505 જ્ઞાતિ બ્રહ્મપુરી-1 ખાતે કરવામાં આવી છે.

વધુ વિગત માટે અરુણભાઈ દવેનો મો.નં. 94264 78504 પર સંપર્ક કરી શકાશે. તેમજ આ સમગ્ર આયોજનનો લ્હાવો લેવા પૂજારી પરિવારે કૃષ્ણભક્તોને આમંત્રણ આપ્યું છે.