રેસિપી સ્પેશ્યલ : રામનવમીના ઉપવાસ માટે ઘરે બનાવો ફરાળી ઉત્તપમ

આજે રામનવમીનું પર્વ છે. તેમજ ચૈત્રી નવરાત્રીનું પણ નવમુ નોરતું છે. ત્યારે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા તો વારંવાર જમતા હોઈએ તો એકવાર ફરાળી ઉત્તપમ ટેસ્ટમાં મસ્ત લાગે છે. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે રામનવમીના ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે. ત્યારે ફરાળી ઉત્તપમ બનાવવા માટે જરૂરી સામગ્રી અને રીત અહીં આપેલી છે.

ફરાળી ઉત્તપમની સામગ્રી

1. 1 વાટકી રાજગરાનો લોટ
2. સ્વાદાનુંસાર સિંધવ મીઠું
3. મરી પાઉડર
4. અડધી વાટકી છાશ
5. સમારેલા ઝીણા લીલા મરચા
6. નાના-નાના બટાકાના ટુકડા
7. ઝીણી સમારેલી કોથમીર

ફરાળી ઉત્તપમ બનાવવાની રીત

1. ફરાળી ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ ખીરું તૈયાર કરો.
2. આ ખીરા માટે એક બાઉલ રાજગરાનો લોટ અને અડધી વાટકી છાશ લો.
3. હવે આમાં સ્વાદાનુંસાર સિંધવ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો.
4. આ બધી સામગ્રી એડ કર્યા પછી એમાં મરી પાઉડર નાંખીને બરાબર હલાવી દો.
5. હવે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરશો એટલે ઢોસા જેવું ખીરુ બનશે.
6. ખીરું તૈયાર થઇ જાય પછી એક બાઉલ લો અને એમાં ઝીણી સમારેલી કોથમીર, બટાકું અને લીલું મરચું લો.
7. આ ખીરાને 10 મિનિટ સુધી રહેવા દો.
8. 10 મિનિટ થઇ જાય પછી નોનસ્ટીક પેન લો અને એમાં ઉત્તપમનું ખીરું પાથરીને ઉપર સલાડ ભભરાવો.
9. હવે આ ઉત્તપમને એક બાજુથી આછા ગુલાબી રંગનું થાય ત્યાં સુધી શેકો.
તો તૈયાર છે ફરાળી ઉત્તપમ.