દેશના સંસ્કૃતિક અને રાષ્ટ્રીય જાગરણમાં આર્યસમાજનો અમૂલ્ય ફાળો

1875માં 10 એપ્રિલના દિવસે મુંબઈમાં આર્યસમાજ સ્થાપના થયેલી

આર્યસમાજ એ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા 10 એપ્રિલ, 1875માં શરૂ કરાયેલી હિંદુસુધાર આંદોલનના ભાગરૂપે સ્થાપિત થયેલો છે. તેઓ એક સન્યાસી હતા અને તેઓ વેદોની ક્યારેય નિષ્ફળ ન જનારી સત્તામાં માનતા હતા. દયાનંદે બ્રહ્મચર્ય (ચારિત્ર્યની શુદ્ધતા)ના આદર્શો પર વધારે ભાર મૂક્યો હતો.

આર્યસમાજની સ્થાપના

ઇસવીસન 1863થી 1875 સુધી સ્વામીજી દેશમાં ભ્રમણ કરીને પોતાના વિચારોનો પ્રચાર કરતાં રહ્યાં. એમણે વેદોના પ્રચારનું બીડું ઉઠાવ્યું હતું અને આ કામને પૂરું કરવા માટે સંભવત: 10 એપ્રિલ, 1875નાં રોજ આર્યસમાજ નામની સંસ્થાની મુંબઈમાં સ્થાપના કરી. શીઘ્ર જ એની શાખાઓ દેશભરમાં ફેલાઈ ગઈ. દેશના સંસ્કૃતિક અને રાષ્ટ્રીય જાગરણમાં આર્યસમાજની બહુ મોટી દેન છે. હિંદુ સમાજને આનાથી નવી ચેતના મળી અને અનેક સંસ્કારગત કુરીતિઓથી છુટકારો મળ્યો. સ્વામીજી એકેશ્વરવાદમાં વિશ્વાસ કરતાં હતાં. એમણે જાતિવાદ અને બાળ-વિવાહનો વિરોધ કર્યો અને નારી શિક્ષા તથા વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. એમનું કહેવું હતું કે કોઈ પણ અહિંદુને હિંદુ ધર્મ શીખવાડી શકાય છે. આનાથી હિન્દુઓનું ધર્મ પરિવર્તન અટકી ગયું!

આર્યસમાજના સિદ્ધાંતો

1. ઈશ્વર એક છે, એ જ સત્ય ને વિદ્યાનું મૂળ સ્રોત છે.

2. ઈશ્વર સર્વશકિતમાન, નિરાકર, ન્યાયકારી, દયાળુ, અજર ,અમર અને સર્વવ્યાપી છે. અત: એમની ઉપાસના કરવી જોઈએ !

3. સાચું જ્ઞાન વેદોમ નિહિત છે અને આર્યોનો પરમ ધર્મ વેદોનોનું પઠન -પાઠન છે !

4. પ્રત્યેક વ્યક્તિએ સદા સત્ય ગ્રહણ કરવું જોઈએ તથા અસત્યનો ત્યાગ કરવાં માટે સદાય પ્રસ્તુત રહેવું જોઈએ.

5. સમસ્ત સમાજનો પ્રસ્તુત ઉદ્દેશ મનુષ્યજાતિની શારીરિક, માનસિક તથા આદ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ. તો જ વિશ્વનું કલ્યાણ સંભવ છે.

6. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ તથા પારસ્પરિક સંબંધનો આધાર પ્રેમ, ન્યાય અને ધર્મ હોવો જોઈએ.

7. પ્રત્યેક વ્યક્તિએ પોતાની ઉન્નતિ અને ભલાઈમાં જ સંતુષ્ટ નાં રહેવું જોઈએ પરંતુ બધાંની ભલાઈમાં જ પોતાની ભલાઈ સમજાવી જોઈએ.

8. પ્રત્યેક માણસને વ્યક્તિગત મામલામાં આચરણની સ્વતંત્રતા રહેવી જોઈએ પરંતુ સર્વહિતકારી નિયમ પાલન સર્વોપરી હોવું જોઈએ

આર્યસમાજનું કાર્ય

1. બાળવિવાહ વિરોધ
2. સતીપ્રથા વિરોધ
3. વિધવા પુન:વિવાહ
4. એકતાનો સંદેશ
5. વર્ણભેદનો વિરોધ
6. નારી શિક્ષા એવં સમાનતા

હિન્દીમાં ગ્રંથ રચના

આર્યસમાજની સ્થાપનાની સાથે જ સ્વામીજીએ હિન્દીમાં ગ્રંથ રચના આરંભ કરી સાથે જ એમણે પહેલાનાં સંસ્કૃતમાં લખાયેલાં ગ્રંથોનો હિન્દીમાં અનુવાદ કર્યો. “ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા” એમની અસાધારણ યોગ્યતાના પરીવાય્ક ગ્રથં છે. “સત્યાર્થપ્રકાશ” સૌથી વધારે પ્રસિદ્ધ ગ્રંથ છે. અહિંદી ભાષી હોવાં છતાં પણ સ્વામીજી હિન્દીના પ્રબળ સમર્થક હતાં.

એમણે શૈવમત એવં વેદાંતનો પરિત્યાગ કર્યો, સાંખ્યયોગને અપનાવ્યો જે એમનું દાર્શનિક લક્ષ્ય હતું. અને આ દાર્શનિક માધ્યમથી વેદની પણ વ્યાખ્યા કરી. જીવનના અંતિમ 20 વર્ષ એમણે જનતાને પોતાનો સંદેશ સંભળાવવામાં લગાડ્યા દક્ષિણમાં મુંબઈથી પૂરું દક્ષિણ ભારત, ઉત્તરમાં કલકતાથી લાહોર સુધી એમણેપોતાની શિક્ષાઓ ફરી ફરીને આપી. પંડિતો, મૌલવીઓ એવં પાદરીઓ સાથે એમણે શાસ્ત્રાર્થ કર્યો જેમાં કાશીનો શાસ્ત્રાર્થ મહત્વપૂર્ણ હતો. આ વચ્ચે એમણે સાહિત્યિક કાર્યો પણ કર્યા. ચાર વર્ષની ઉપદેશ યાત્રા પશ્ચાત એ ગંગાતટ પર સ્વાસ્થ્ય સુધારવા બેસી ગયાં. અઢી વર્ષ પછી પુન: જનસેવાનું કાર્ય આરંભ્યું !