ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિતે ખંભાળિયા શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ લખુભાઈ ચાવડાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના ખંભાળિયા વિસ્તારના અનુસૂચિત જાતિના મુખ્ય હોદ્દેદારો પ્રકાશભાઈ ચાવડા, મહેશભાઈ નકુમ, નરેશભાઈ મકવાણા, સંજયભાઈ મકવાણા, આશિષભાઈ ચોપડા સહિત આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેઓને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, અહીંના યાર્ડ ડાયરેક્ટર પ્રભાત કાળુભાઈ ચાવડા, વિગેરે દ્વારા ભાજપનો ખેસ પહેરાવીને આ કાર્યકરોને આવકારવામાં આવ્યા હતા.