ઓખા ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે રામનવમીના શુભ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ઓખા વાસીઓ દ્વારા તથા મીઠાપુર, આરંભડા જેવા અનેક ગામોના હિંદુ ભાઈઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

કોરોનાની મહામારી વચ્ચે જે બે વર્ષથી આ બધા જ ઉત્સવો બંધ થઈ ગયેલા હતા. તે ફરી પાછા ચાલુ થતા લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તથા આ રેલીની અંદર શિવ, ગણપતિ, પાર્વતી, રાવણ, ભારતમાતા, હનુમાન દાદા જેવી અનેક વેશભૂષા ધારણ કરીને ભક્તોને શોભાયાત્રાની શોભા વધારી હતી.