જામરાવલ ગામે ભવ્ય શોભાયાત્રા નીકાળી રામનવમીની રંગેચંગે ઉજવણી

શોભાયાત્રામાં ‘જય શ્રીરામ’નો નાદ ગુંજી ઉઠ્યો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક એવા જામરાવલ ગામે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ‘જય શ્રીરામ’નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે કરોડો હિન્દૂઓના આસ્થાના પ્રતીક ભગવાન શ્રીરામના પ્રાગટ્યદિવસ રામનવમી નિમિતે ભગવાન શ્રીરામ મંદિરથી દરબારગઢ, હાઈસ્કૂલ રોડ પર થઈને પેટ્રોલ પંપ, બસ સ્ટેન્ડ વિસ્તાર, મેઈનબજાર અને ચોરા પાસે થઈને શ્રીરામ મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામના ભક્તો જોડાયા હતા.

બેન્ડબાજાના સથવારે અને ‘જય શ્રીરામ’ લલકાર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રાવલ ગામના અઢારે આલમની જ્ઞાતિના લોકો જોડાયા હતા. અને સૌએ ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં હિંદુ સંગઠનો જેવા કે વિશ્વ વિશ્વ હિન્દુ પરિષદ હોદ્દેદારો રમેશભાઈ દેત્રોજા, નાગાભાઈ ઓડેદરા વગેરે રામભક્તો જોડાયા હતા અને કાર્યકરોએ ધામધૂમથી શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા દ્વારા પોલીસ, જી.આર.ડી. પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.