કલ્યાણપુરની મોડેલ સ્કૂલમાં ભાજપ દ્વારા છાત્ર સંવાદ કાર્યક્રમ યોજાયો

મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિતે આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજરોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિતે કલ્યાણપુર મોડેલ સ્કૂલમાં છાત્ર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં કલ્યાણપુર તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમનભાઇ વાઝા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલની સુચના અનુસાર આજરોજ કલ્યાણપુર મોડેલ સ્કૂલમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિતે છાત્ર સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમાં કલ્યાણપુર તાલુકા ભાજપ મહામંત્રી કિર્તીરાજસિંહ જાડેજા,જીલ્લા અનુસૂચિત જાતી મોરચા પ્રમુખ એડવોકેટ મહેન્દ્રભાઇ મકવાણા,જીલ્લા અનુસૂચિત જાતી મોરચા ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા,કલ્યાણપુર તાલુકા યુવા મહામંત્રી દિનેશભાઇ બેલા,પાર્ટીના સક્રીય કાર્યકર કેતનભાઇ મકવાણા તેમજ શિક્ષણ સ્ટાફ તથા મોટી સંખ્યા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.