દ્વારકા ભાજપના યુવા નેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકા ભાજપાના યુવા નેતા યુવરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ છે.જે નિમિતે તેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી યુવરાજસિંહ વાઢેરને લેખિતમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે સંકલ્પ નક્કી કરી તેને આરંભ કરવાનો દિવસ એટલે જન્મદિવસ.ભાજપાના કાર્યકર માટે પાર્ટી વિચારધારા જ અગ્રેસર હોય છે.હોદ્દા અને પદ કરતાં પણ જનસેવાની ભાવના જ શિરમોર હોય છે.આજે ગુજરાત સમગ્ર દેશ માટે પથદર્શક બની રહ્યું છે અને ભાજપા સૌથી મોટી પાર્ટી બની છે તેમાં સૌ કર્મઠ કાર્યકરોનું યોગદાન પ્રશંસનીય ગણાય.રાષ્ટ્ર વિકાસ માટે આપનો કર્તવ્યરૂપી દીપ જીવનપંથ ઉજાગર કરે એવી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.