ખંભાળિયામાં ચાલતી ભાગવત સપ્તાહમાં આજે સાંજે નંદ મહોત્સવ ઉજવાશે

કાલે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું સુંદર આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે જાણીતા વેપારી ઠા. અમરશી ઓધવજી કોટેચા (રાવલવારા) પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાજનો ધર્મલાભ લઇ રહ્યા છે. જાણીતા શાસ્ત્રી શ્રી જીતેશભાઈ શુક્લના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત કથામાં દરરોજ વિવિધ પ્રકારના ધર્મોત્સવ સાથે આજરોજ મંગળવારે સાંજે છ વાગ્યે નંદ મહોત્સવના કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આવતીકાલે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે અહીંના જાણીતા ગાયત્રી ગરબા મંડળ દ્વારા શ્રીનાથજીની ઝાખીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

આ ભાગવત કથામાં અહીંના જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, શૈલેષ કણઝારીયા, શહેર મહા મંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર સહિતના આગેવાનો, હોદ્દેદારો જોડાયા હતા અને આયોજકો તથા કથાકારનું જાહેર સન્માન કર્યું હતું.

આ ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ શુક્રવાર તારીખ 15 ના રોજ થનાર છે