કોર્ટની પ્રોસેસના દુરપયોગ બદલ અરજદારને રૂ. 10 હજાર જમા કરાવવાનો દ્વારકાની એડી. શેસન્સ કોર્ટનો હુકમ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાની એડી. શેસન્સ કોર્ટે કોર્ટના પ્રોસેસનો દુરપયોગ કરવા બદલ અરજદારને રૂ. 10,000 જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે જેન્તીલાલ ચત્રભુજ એન્ડ કાં. ઓખાના ભાગીદારોને આશા સી ફુડના પ્રોપરાઈટર અસલમ હસનઅલી નકવી (રહે. ઓખા) સામે ડીઝલના બાકી લેણાની ચુકવણી માટે ચેક આપેલ હતો. તે ચેક ફરીયાદી પેઢીએ તેના ખાતામાં નાખતા તે બેન્કમાંથી આ ચેક વસુલ થયા વીના ‘ફંડસ ઈનસફીસ્ચન્ટ’ના શેરા સાથે પરત થયેલ ફરીયાદી પેઢીને ચેકવાળી રકમ ન ચુકવતા મુખત્યાર ગોવિંદભાઈ ખેતાભાઈ રાઠોડ મારફત આશા સી ફુડના પ્રોપરાઈટર અસલમ હસનઅલી નકવી સામે ઓખાની કોર્ટમાં વકીલ આર. સી. ભાયાણી મારફત નેગોશ્યલઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરેલ છે.

તે ફરીયાદમાંથી ડિસ્ચાર્જ કરવા અથવા પ્રોસીડીગ્સ સ્ટે કરવાની અરજી આરોપીએ કરેલ તે અરજી ઓખામંડળની કોર્ટે નામંજુર કરતા તેના હુકમ સામે આરોપીએ દ્વારકાની એડી.સેસન્સ કોર્ટ માં ફોજદારી રીવીઝન અરજી કરેલ હોય. આથી, જેન્તીલાલ ચત્રભુજ એન્ડ કાં. ઓખા વતી વકીલ આર.સી.ભાયાણી હાજર થઈ અને હકીકત અને કાયદાની ધારદાર દલીલ કરેલ હોય. બન્ને પક્ષકારોને સાંભળી દ્વારકાની એડી. સેસન્સ કોર્ટે આરોપી/અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કોર્ટે પ્રોસેસનો દુરઉપયોગ કરવા બદલ રૂા. 10000 કોસ્ટની રકમ ડીસ્ટ્રીકટ લીગલ એઈડમાં દીન-૩૦માં જમા કરાવવા હુકમ કરેલ અને આરોપી/અરજદાર આ કોસ્ટની રકમ જમા કરાવવામાં ચુક કરે તો ટ્રાયલ કોટે મહેસુલ રાહે વસુલ કરાવડાવી જમા કરાવવાનો હુકમ કરેલ હતો.