દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં દર મહિનાના ચોથા ગુરૂવારે ‘‘જિલ્‍લા સ્‍વાગત’’કાર્યક્રમ યોજાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોના પ્રશ્નો, ફરીયાદો કે રજુઆતનો અસરકારક અને ન્‍યાયિક રીતે સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે દર મહિનાના ચોથા ગુરૂવારે સવારે 11 વાગ્યે ખંભાળિયા સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘‘જિલ્‍લા સ્‍વાગત’’ કાર્યક્રમ યોજવામાં આવશે.

જિલ્‍લા સ્‍વાગતમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્‍લા કક્ષાએ અરજી કરેલ હોવી જોઇએ અને જે અનિર્ણિત હોય. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્‍લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર-પુરાવા સાથે ‘‘જિલ્‍લા સ્‍વાગત’’ કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્‍લા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા તેવા પ્રશ્‍નો રજુ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે આધાર- પુરાવા સાથે પોતાનો પ્રશ્ન રજુ કરી શકશે અને રૂબરૂ હાજર રહી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહી. તેમ એક યાદીમાં જણાવાયું છે.