રાવલનો બાઈક ચાલક પીધેલી હાલતમાં ઝડપાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રામદે ભીમા સોલંકી નામના 40 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે રાવલના બસ સ્ટેન્ડ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15 હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.