પંચશીલ ઓખા મંડળ અનુસુચિત જાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા ડૉ. આંબેડકર જન્મજયંતિની ઉજવણી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં પંચશીલ ઓખા મંડળ અનુસુચિત જાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

પંચશીલ ઓખા મંડળ અનુસુચિત જાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા ભારતરત્ન, બોધિસત્વ, લોકતાંત્રિક અને સંવિધાનિક ભારતના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી પછાત વર્ગ છાત્રાલય, દ્વારકા ખાતે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે. કે. હાથિયાના અધ્યક્ષ (દેવભૂમિ દ્વારકા જિલ્લા)ના સ્થાને કરવામાં આવી છે. છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને વિવિધ હરિફાઈ સાથે બહુજન મહામાનવોના વિચારો અંતગર્ત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. અને જુદા જુદા ક્ષેત્રોમાં કાયૅરત લોકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

કાર્યક્રમમા છેલ્લા ૨૮ વર્ષથી સામાજિક પરિવર્તન અને શિક્ષણના ક્ષેત્રે સતત કાર્યરત પ્રોફેસર પી. કે. વણકરને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી તેમનું વિશેષ બહુજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભીમ ભોજનના દાતા આયુ. રાણાભાઇના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું. છેલ્લે આધુનિક ભારતમાં આધુનિક સમાજનું નિર્માણ એ અંતર્ગત સૌ પ્રયાસ રત રહીએ એવી મૈત્રીપૂર્ણ મંગલકામનાઓ સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.