બેટદ્વારકાના હનુમાન દાંડી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે અખંડ રામધૂન

(રિશી રૂપારેલિયા)દ્વારકા : દ્વારકા જિલ્લાના બેટદ્વારકાના હનુમાન દાંડી મંદિર ખાતે કાલે શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે બે દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

બેટદ્વારકાના સુપ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવા આવતીકાલ 16 તારીખ સવારે હનુમાનજી મહારાજ પ્રાગટય (જન્મ) આરતી, શ્રી હનુમાનજી મહારાજ મંદિર પર ધ્વજા આરોહણ, અન્નકુટ દર્શન, ઉત્સવમાં પધારેલ દરેક ભક્તોને મહાપ્રસાદનો કાર્યક્રમ તેમજ 15 તારીખ સવારે 6-30થી 17 તારીખ સવારે દસ વાગ્યા સુધી ‘શ્રીરામ જય રામ, જય જય રામ’ની અખંડ રામધૂનનું આયોજન કરેલ છે. કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ છે. તેમ હેમતસિંહ મનુભા વાઢેર, પ્રેમભીક્ષુ મહારાજ પ્રેરિત હનુમાન દાંડી સનકીર્તન મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.