ઓખામાં કાલે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખામાં કાલે રવિવારે સદગતના સ્મરણાર્થે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાનાર છે.

સ્વ. રમણીકલાલ એમ. દવેના સ્મરણાર્થે (રમણીકલાલ દવે -રિટાયર્ડ રેલવે ઓફિસર- પ્રમુખ રિટાયર્ડ રેલવે પેંશનર્સ એસોસિએશન-પશ્ચિમ રેલવે ઓખા દેવભૂમિ દ્વારકા) નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હઠીલા રોગોના નિષ્ણાંત એવા હોમિયોપેથીક તજજ્ઞ ડૉ. કાર્તિક અઠીયા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા.૧૭-૦૪-‘૨૨ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૨-૦૦ વાગ્યા સુધી રાખેલ છે.

જેમાં એસીડીટી, પેટના દર્દો, કોઢ, સફેદ ડાઘ, સ્ત્રીરોગ જેવા કે માસિક અનિયમિત આવવું, સફેદ પાણી પડવું, કાયમી શરદી, દમ, વા, સંધિવા, કમરનો દુઃખાવો, સાયટીકા, ગરદનનો દુઃખાવો, એલર્જી, વ્યસનમુક્તિ, હરસ, મસા, ભગંદર, ચામડીના રોગો જેવા કે સોર્યાર્સીસ, સીળસ, ખરજવું, પેશાબમાં થતી તકલીફો, વાળ ખરવા, કાનમાં રસી આવવા, કિડની સ્ટોન, ગોલ બ્લેડર સ્ટોન, પથરી, મોં પરના ખીલ, આંખ ફરતે કાળા કુંડાળા વિગેરેની સારવાર કરવામાં આવશે.

આ કેમ્પ આવતીકાલ તારીખ ૧૭-૦૪-‘૨૨ને રવિવારે સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી ઓખામાં બ્રહ્મસમાજ વાડી ખાતે યોજાશે. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને ફ્રી દવા આપવામાં આવશે. તેમ દેવીલાબેન રમણીકલાલ દવે, રાજેશકુમાર આર. દવે અને પૂજા આર. દવેની યાદીમાં જણાવાયું છે.