ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થા દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે ગાયત્રી ગરબા મંડળના સહયોગથી આવતીકાલે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં દરેક રક્તદાતાઓને સમૃતિભેટ અર્પણ કરવામાં આવશે.

સ્વ. રામભા ખીમભા બાબરીયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પ માટે રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ સાથે રઘુવંશી મહિલા મંડળ, શિવમ ગ્રુપ, વિગેરે કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કેમ્પમાં બહોળા પ્રમાણમાં રકતદાન કરવા રક્તદાતાઓને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.